0
Ø  ગામનુંનામ     હરિપર(મેવાસા)
Ø  તાલુકો      _    કાલાવડ
Ø  જિલ્લો      _     જામનગર
Ø  હરિપર(મેવાસા) ગામની સ્થાપના અંદાજે આજથી ૧૨૫ વર્ષ પહેલા થઈ હતી.
Ø  હરિભાઈ સૂબેદાર નામના વ્યક્તિએ આ ગામ વસાવ્યું હોવાથી આ ગામનું નામ હરિપર પડ્યું.
Ø  ગામમાં કોઈ જૂનાં ખંડેર,કિલ્લા,પ્રાચિન અવશેષ,પળિયા કે બીજા કોઈ સ્થાપત્યો જોવા મળતાં નથી.
Ø  ગામમાં પ્રાથમિક શાળાની શરૂઆત ઈ.સ.૧૯૫૦ માં થઈ હતી.
Ø  ગામની ૨૦૧૧માં વસતિ મુજબ સંખ્યા – પુરૂષ = ૩૮૧ + સ્ત્રી = ૩૮૯ કુલ = ૭૭૦
Ø  દર ચોરસ કિલોમીટરે ગામની વસતિ ગીચતા – ૭૭૦
Ø  ગામનું જાતિ પ્રમાણ – દર ૧૦૦૦ પુરૂષે ૧૦૨૦ સ્ત્રીઓ.
Ø  ગામની સાક્ષરતા – પુરૂષ = ૫૮.૫૦% + સ્ત્રી ૫૨.૯૬% કુલ = ૫૫.૮૫%
Ø  ગામમાં રહેતા લોકોના ધર્મ – હિન્દુ , મુસ્લિમ
Ø  ગામમાં રહેતા લોકોની જ્ઞાતિ – સુમરા,સંધિ , રબારી , પટેલ , બ્રાહ્મણ, વણકર, જત મલેક, કોળી
Ø  ગામમાં તેમજ ગામની નજીકમાં રામ મંદિર, સિધ્ધેશ્વર મહાદેવ મંદિર,ઉમરાળા પીરની દરગાહ જોવા મળે છે.
Ø  ગામનાં રામ મંદિરની સ્થાપના વખતે ગામના હિન્દુ-મુસ્લિમ ભાઈઓએ સંયુક્ત રીતે ભાગ લઈને રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી તેમજ લોક ડાયરાનો કાર્યક્ર્મ સાથે મળીને રાખ્યો હતો.
Ø  ગામમાં રબારી લોકોનો પહેરવેશ ચોરણી અને કેડિયું અન્ય લોકોથી અલગ પડે છે.
Ø  ગામમાં જોવા મળતા મકાનનો પ્રકાર :- કાચા મકાન , મધ્યમ પાકાં મકાન , પાકા મકાન
Ø  ખેતીની જમીન ફળદ્રુપ મધ્યમ કાળી છે.
Ø  સમશિતોષ્ણ આબોહવા તેમજ ૨૬° થી ૪૦° સે. તાપમાન અને સરેરાશ વાર્ષિક વરસાદ ૨૦ ઈંચ રહે છે.
Ø  અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.
Ø  ખેતીમાં મુખ્યત્વે રોકળીયા પાકમાં કપાસ, મગફળી તેમજ ધાન્ય પાકમાં ઘઉં,મકાઈ તેમજ અન્ય પાકમાં જીરૂ, કઠોળ થાય છે.
Ø  અહીંના લોકોનો મુખ્ય ખોરાક ઘઉં,બાજરી છે.
Ø  આ બધા પાક કૂવાના પાણી દ્વારા સિંચાઈ કરીને લેવામાં આવે છે.
Ø  ગાય, ભેંસ, બકરી, ઘેટાં વગેરે પશુઓનું પશુપાલન કરતાં જોવા મળે છે.
Ø  ડુંગરાળ વિસ્તાર તેમજ બારે માસ હરિયાળી છવાયેલી રહેતી હોવાથી ચકલી, કબુતર,કોયલ,કાબર વગેરે જેવા પક્ષીઓ દ્રષ્ટીગોચર થતાં જોવા મળે છે.
Ø  જન્માષ્ઠમી, રમજાન ઈદ, મહોરમ, દિવાળી, હોળી વગેરે જેવા તહેવારોમાં આખું ગામ એક સાથે ભેગા મળીને ઉજવતા હતાં આ પરંપરા આજે પણ જાળવી રાખી છે.
Ø  નવરાત્રી વખતે રાસ ગરબા તેમજ મહોરમ વખતે તાજીયા કાઢવામાં આવે છે.જેમાં સૌ સાથે મળીને ઉજવણી કરે છે.
Ø  પ્રાચિન સમયથી ચાલી આવતી પરંપરામાં ભવાઈ જોવા મળે છે,જેમાં રામાયણ,જેસલ-તોરલ, રાજા હરિશ્ચંદ્ર વગેરે ભજવવામાં આવે છે.
Ø  ગામમાં પાણીના સ્ત્રોતમાં મુખ્યત્વે કૂવો છે,તે સિવાય ચોમાસામાં વપરાશના પાણી તરીકે નદીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
Ø  પહેલાનો કાચો માર્ગ હવે પાકો અને ધુન ધોરાજી,વડાળી સાથે જોડાયેલો છે.જ્યારે ઉમરાળા તરફનો માર્ગ હજુ કાચો જ છે.
Ø  હાલમાં ગામમાં બસ સ્ટેશન અને વીજળીની તેમજ અન્ય સુવિધાઓ છે.

Post a Comment

 
Top